નવી દિલ્હી: દેશમાં કોરોના સામેના મહાયુદ્ધમાં લોકડાઉનનો આજે 11મો દિવસ છે. સમગ્ર દેશ ઘરોમાં રહીને કોરોના સામે લડત લડી રહ્યો છે. પરંતુ ભારતમાં જ આ લોકડાઉનને ફેલ કરવાનું ષડયંત્ર પણ જોરશોરમાં ચાલુ છે. કોરોના સામેની લડાઈમાં અત્યાર સુધીનો કારગર ઉપાય સામાજિક અંતર જ છે. અને કોરોનાના વિલન લોકોને સામાજિક અંતર અને માસ્કથી દૂર રાખવાની કોશિશમાં લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં દેશમાં એવા અનેક ટિકટોક વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યાં છે જેમાં મુસ્લિમ વસ્તીને ધર્મના આધારે ભડકાવી અને કોરોના સામે લડાઈમાં ભારતને હરાવવાની કોશિશ થઈ રહી છે. ભારતમાં આવી 30 હજારથી વધુ ટિકટોક ક્લિપ્સ સર્ક્યુલેટ થઈ રહી છે. આ વીડિયોઝમાં ધર્મના આધારે કોરોના વાયરસથી સાવધાની ન વર્તવાની અપીલ કરવામાં આવી છે. 


એક વીડિયોમાં વ્યક્તિ કહે છે કે કોરોનાના ડરથી માસ્ક ન પહેરો, કોરોનાથી ન ડરો, તે કહે છે કે ડરવું હોય તો અલ્લાહથી ડરો ને. જાઓ જઈને 5 વખત નમાજ પઢો.


આ અગાઉ એક વ્યક્તિનો નોટ ચાટીને કોરોના ફેલાવવાના ષડયંત્રવાળો ટિકટોક વીડિયો પણ ખુબ વાઈરલ થયો હતો. નોટ ચાટનારો વ્યક્તિ સૈયદ જમીલ હતો જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. નાસિકના રહિશ એવા આ જમીલ પર લોકડાઉન વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનો પણ આરોપ છે. 


જુઓ VIDEO



આ વીડિયોમાં 38 વર્ષનો જમીલ કથિત રીતે નોટોને ચાટતો , તેને પોતાના નાકથી લૂંછતો અને એવું કહેતા જોવા મળી રહ્યો છે કે કોરોના વાયરસ અલ્લાહની સજા છે, જેનો કોઈ ઈલાજ નથી. 


એક અધિકારીએ જણાવ્યું કે સૈયદ જમીલ સૈયદ બાબુને માલેગાવમાં રમઝાનપુરા પોલીસે ગુરુવારે મોડી રાતે પકડ્યો. અધિકારીએ જણાવ્યું કે તેણે વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે આ મહામારી હજુ વધુ ફેલાશે. વીડિયો વાઈરલ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. તેને માલેગાવની એક સ્થાનિક કોર્ટ દ્વારા 7 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.